22 ફાઉન્ડેશનના કાર્યો વિશે
આ એક સમર્પિત સામાજિક સેવા ફાઉન્ડેશન છે, જે “સેવા પરમો ધર્મઃ” ના ઉદ્દાત મંત્રને માર્ગદર્શક બનાવી તેના મૂલ્યો અને સિદ્ધાંતોને વ્યવહારમાં ઉતારે છે. ફાઉન્ડેશન પર્યાવરણ સંરક્ષણ, સામાજિક વિકાસ, શિક્ષણ અને આરોગ્ય જેવા જીવનને સ્પર્શતા ક્ષેત્રોમાં સક્રિય રીતે કાર્યરત છે.
અમે સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો સંકલ્પ રાખીએ છીએ, ખાસ કરીને ગરીબ, વંચિત અને પીછેહઠમાં રહેલા લોકોના સર્વાંગી ઉત્થાન માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીએ છીએ. સમાજમાં સમાનતા, માનવતા અને સકારાત્મક પરિવર્તન લાવવું એ અમારો મુખ્ય ધ્યેય છે.
અમારી વિવિધ પહેલોમાં વ્યાપક વૃક્ષારોપણ અભિયાન, શૈક્ષણિક સહાય કાર્યક્રમો, આરોગ્ય તપાસ અને સારવાર શિબિરો, રક્તદાન અભિયાન તેમજ પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ માટેના કાર્યોનો સમાવેશ થાય છે.
Our Work | અમારા કાર્યો
22 ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા વિવિધ સામાજિક સેવા કાર્યોની ઝલક